September 20, 2024

વલસાડમાં ભાજપના નેતાને ફાયદો કરાવવા ફૂંકી મરાયા 3.80 કરોડ

હેરાતસિંહ, વલસાડ: ભાજપની કહેવાતી વિકાસશીલ સરકારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે જ્યાં જરૂર જ નથી તેવી નનકવાડા સિવિલ રોડથી સીધો નેતાજીની વાડીમાંથી વશિયર સુધી આશરે રૂ. 3. 80 કરોડના ખર્ચે વાંકી નદી નજીક પુલ બનાવવાનું શરૂ કરતા ચકચાર મચી છે. વિપક્ષે શાસક પક્ષ પર આક્ષેપ કરતા ધારાસભ્ય ઘેરામાં આવ્યા છે.

વલસાડમાં નનકવાડા સિવિલ રોડથી સીધો નેતાજીની વાડીમાંથી વશિયર સુધીનો હાલ જે પુલ બની રહ્યો છે ત્યાંથી કોઈ અવર જવર નથી થતી. પોતાના મળતિયા બિલ્ડરો હોય કે મોટી ટોપી હોય તેઓને ફાયદો કરાવવા માટે નવા ડામર રોડ કે ગટર લાઈન નાંખી આપી પોતાનું ધાર્યું કરી લેતાં હોવાનાં અનેક વખત આક્ષેપો અને ચર્ચાઓ થતી રહી છે. પણ આ વખતે કહેવાય છે કે ભાજપનાં માજી જિલ્લા પ્રમુખ અને દમણગંગા શુગર ફેકટરીના ચેરમેન હર્ષદ કટારીયા માટે સીધો તેમની વાડીમાં જવા રૂ. 3. 80 કરોડના ખર્ચે નવો પુલ વલસાડના નનકવાડા જતા સિવિલ રોડ ઉપર આવતા વાંકી નદી ઉપર પુલ બનાવવાની કામગીરી વિવાદમાં આવી છે.

એક તરફ ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે આ ગ્રાન્ટ માટે તેઓએ ભલામણ કરી છે તંત્રએ અને સરકારે આ બ્રિજની મંજૂરી આપી છે અને ત્યાં ઈસ્ટ અને વેસ્ટ માં પ્રજાના માટે આ બ્રિજ બની રહ્યો છે પરંતુ જ્યારે આકાશી દ્રશ્યો સામે આવ્યા ત્યારે આ બ્રિજના બીજી તરફ કોઈપણ પ્રકારની વસ્તી સામે આવી નથી માત્ર અને માત્ર ત્યાં વાડીઓ દેખાઈ રહી છે જેના કારણે વિપક્ષના આક્ષેપો સાચા ઠરી રહ્યા છે અને ધારાસભ્યની કામગીરી અને ધારાસભ્યના જે બોલ છે એ ક્યાંક ને ક્યાંક શંકા ના ડાયરામાં આવી રહ્યા છે.

આ પુલ સીધો હર્ષદ કટારીયાની સર્વે નં. ૨૭૬ વાળી જમીન વાડીમાં ઉતારવામાં આવશે. વાડી અને રેલવે ટ્રેકની બાજુમાં એક રસ્તો આવેલો છે જે જૂના પુલને જોડી રહ્યો છે. આમ નજીકમાં મોર્ટો પુલ હોવા છતાં આ બ્રિજ બનાવી ને ભાજપ નેતા હર્ષદ કટારીયાને આર્થિક ફાયદો કરાવવા માટે તેની વાડીમાં ઉતરે એ રીતે નવો પુલ બનાવવામાં આવી રહ્યો છે. તારે ભાજપના ધારાસભ્ય ભરત પટેલ પર સ્થાનિક આગેવાનો તેમજ વિપક્ષે પ્રહાર કર્યા છે અને ભરત પટેલે પોતાના નજીકના કહેવાતા ભાજપના નેતાના ફાયદો કરાવવા માટે આ બ્રિજ પાસ કર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. વિપક્ષનું કેવું છે કે શહેર અને તાલુકામાં અન્ય એવા કામો જે છે પ્રજાલક્ષી જે કામો હજુ થયા નથી ને બાકી છે એક તરફ દાતી ગામ જ્યાં પ્રોટેકશન હોલ નથી. બીજી તરફ શહેરમાંથી નીકળવા માટેના જે જૂના જરૂરી બ્રીજો છે તેને બનાવવામાં આવતા નથી. તો આ પ્રકારનું ભલામણ કરીને જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે એ લોકોના હિતમાં નથી જેનો વિરોધ વિપક્ષ કરી રહ્યું છે.

જોકે આ ઘટનામાં વિપક્ષનો વળતો પ્રહાર ધારાસભ્ય ભરત પટેલ આપ્યો હતો અને ભરત પટેલે જણાવ્યું કે આ બ્રિજ છે ધારાસભ્યની ગ્રાન્ટનો નથી આ ત્યાંની જનતા અને ત્યાંના લોકોના હિત માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને હર્ષદભાઈ કટારીયા જે છે તેઓએ પોતાની જમીન આ બ્રિજ માટે આપી છે પરંતુ ભરતભાઈ ધારાસભ્ય પોતાનો પક્ષ મૂક્યો છે વાત એકદમ સાચી છે પરંતુ જ્યારે આકાશી દ્રશ્યો માં જોઈ શકાય છે કે આ બ્રિજના બીજા છેડે કોઈપણ પ્રકારની વસ્તી નથી એટલે ક્યાંક ને ક્યાંક આ બ્રિજને કામગીરી શંકા ના ડાયરામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જેથી વિપક્ષે પણ આની તપાસ થાય તેવી માંગ કરી છે.