November 15, 2024

થાનમાં ડેન્ગ્યુથી 12 વર્ષના બાળકનું મોત, ગંદકીના કારણે કેસમાં નોંધાયો વધારો

Surendranagar: રાજ્યમાં દિન-પ્રતિદિન રોગચાળો વધી રહ્યો છે. ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધતો હોય છે. પરંતુ, ચાલુ વર્ષે મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગચાળામાં ઝાડા-ઉલટી, કમળો, ટાઈફોઈડ જેવા રોગોમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે હવે ડેન્ગ્યુના કેસ પણ સામે આવ્યા છે. થાનમાં ડેન્ગ્યુના કારણે બાર વર્ષના બાળકનું મોત નીપજ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે.

મળતી માહિતી અનુસાર થાનમાં રહેતા બાળકને ડેન્ગ્યુની અસર થઈ હતી . બાળકને સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયો હતો. પરંતું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન બાળકનું ડેન્ગ્યુના કારણે મોતની નિપજ્યું હતું.

આ પણ વાંચો: મને નથી લાગતું ચૂંટણી શાંતિપૂર્ણ થશે… જો બાઈડને વ્યક્ત કરી ચિંતા

નોંધનીય છે કે થાન પાલિકા વિસ્તારમાં ગંદકીના કારણે કેસમાં વધારો નોંધાયો છે. જેને લઈને પાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.