October 11, 2024

તંત્રના પાપે ભાવનગરમાં 115 કરોડનો ફ્લાયઓવર પ્રોજેક્ટ ખોરંભે મુકાયો

ભૌમિક સિદ્ધપુરા, ભાવનગર: ભાવનગર શહેરમાં રામરાજ્ય અને પ્રજા દુઃખી હોય તેવો ઘાટ ખડાયો છે. મોટા સપના બતાવીને 115 કરોડ રૂપિયાના ખર્ચે પ્રથમ ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ, કોણ જાણે આ ફ્લાઓવરને કોની નજર લાગી ગઈ છે. કારણ કે જમીન સંપાદનની પ્રક્રિયાના કારણે ફરી એક વખત 115 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તંત્રના પાપે મુશ્કેલીમાં મુકાયો છે. કારણ કે 1 વર્ષ પૂર્વે જમીન સંપાદન કાર્યવાહીમાં 38 ચો. મી. ની 4 જમીન ભુલાઈ ગઈ છે જેથી મનપા હવે કામે લાગ્યું છે.

ભાવનગરમાં પ્રથમ ફ્લાવરના સપના બતાવવામાં આવ્યા હતા પરંતુ આ સપના હજી પણ અધૂરા રહ્યા છે ફ્લાય અવર નું કામ ગોકુલ ગતિએ ચાલી રહ્યું છે જેના કારણે પ્રથમ ફ્લાયવર ભાવનગર શહેરીજનો માટે માથાનો દુખાવો સમાન બની ગયું છે પાંચ વર્ષનાં વાણા વિતવા છતાં હજી પણ 60% જ કામ પૂર્ણ થયું છે જેમાં પણ હવે એક નવો અવરોધ ઊભો થયો છે ટાઉન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા ગત વર્ષે 2650 સ્ક્વે. મી. જમીન સંપાદનની કાર્યવાહી ભૂલાય છે જેના કારણે કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થયા છે. 115 કરોડના ખર્ચે ભાવનગરનો બની રહેલો પ્રથમ ફ્લાય ઓવર ખાનગી માલિકીની જગ્યામાં બનતો હોવાનું પણ તંત્રને મોડે મોડે ખ્યાલ પડ્યો છે. તત્કાલીન સમયે જમીન સંપાદનની કાર્યવાહી અને કમિશનરને અધિકૃત કરવાની પ્રક્રિયા કરી હતી પરંતુ તંત્રની નિષ્ક્રિયતા તો તે છે કે આટલા સર્વે બાદ પણ ફ્લાય ઓવરમાં જરૂરી ચાર જમીન સંપાદનનુ ભૂલી ગયા. જેની કાર્યવાહી હવે શરૂ કરી.

ભાવનગર રાજકોટ રોડ પરનો છેલ્લા પાંચ વર્ષથી બની રહેલો ફ્લાય ઓવર હવે શહેરીજનો માટે પણ માથાના દુ:ખાવા સમાન બની ગયો છે. મુદ્દત પર મુદ્દત વધારો કરવા છતાં હજુ 40 ટકા કામ બાકી છે. ફ્લાય ઓવર શરૂઆતથી જ વિવાદમાં સપડાયેલો છે. ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થવાને બદલે વધુ વકરવાની શક્યતા છે. છેલ્લા ચાર વર્ષથી આ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા રહે છે. ફ્લાય ઓવરમાં ભાવનગર કોર્પોરેશનને બુદ્ધિનું દેવાળું તો ત્યાં ફૂંક્યુ હતું કે, એક તરફ રોડ રસ્તા પરના પણ નાના નાના દબાણો હટાવતા કોર્પોરેશને સરિતા સોસાયટીની કોમન પ્લોટની ખાનગી જમીનમાં ફ્લાય ઓવર ઉભો કરી દબાણ કર્યું હતું. સરકાર દ્વારા જે ડિઝાઇન માન્ય રાખી 115 કરોડ રૂપિયા ફાળવણી કરી તે ફ્લાય ઓવરની ડિઝાઇન જ ખાનગી માલિકીની જગ્યામાં બાંધકામની હતી. અને તેની જાણ પણ જાણે કોર્પોરેશનને ન હોય તેમ જમીન સંપાદનની કાર્યવાહી પણ કરી ન હતી. અંતે ગત ઓક્ટોબર 2023 માં ફ્લાય ઓવરના બાંધકામમાં અને સર્વિસ રોડ બનાવવા માટે જરૂરી જમીન સંપાદન કરવાની કાર્યવાહી શરૂ કરી હતી.

જોકે આ બાબતે જ્યારે ભાવનગરના મેયરને પૂછવામાં આવ્યું હતું ત્યારે મેરે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરીને વહેલી તકે ફ્લાવરનું કામ પૂર્ણ કરવામાં આવશે પરંતુ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે આ સાથે જ મહાનગરપાલિકાના સીટી એન્જિનિયર ને પૂછતા તેમણે જણાવ્યું હતું કે માત્ર સર્વિસ રોડ નું સંપાદન બાકી છે જેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ સવાલ એ વાતનો છે કે જ્યારે 115 કરોડ રૂપિયાના ખર્ચે સરકાર પ્રોજેક્ટ તૈયાર કરતી હોય છે ત્યારે તેનો ડીપીઆર તૈયાર હોય છે અને કામ કરતા પહેલા જમીન સંપાદનની કાર્યવાહી પણ પૂર્ણ થતી હોય છે પરંતુ મહાનગરપાલિકામાં ઉલટી ગંગા રહેતી હોય તેમ જ્યારે કામ શરૂ છે એ સમયે જમીન સંપાદનની પ્રક્રિયા મહાનગરપાલિકા નું તંત્ર હાથ ધરતી હોય છે જેને લઈને મનપાના શાસક પક્ષના નેતાઓ અને અધિકારીઓ ઉપર સવાલો ઊભા થયા છે.