16 માર્ચે યોજાયેલી પરીક્ષામાં 7થી 8 પ્રશ્નો એક જ તારીખનાં, GPSCએ કરી ટકોર

અમદાવાદઃ ગત 16 માર્ચે યોજાયેલી વિવિધ સંવર્ગની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા કરંટનાં પ્રશ્નોમાં 7થી 8 પ્રશ્નો એક જ અઠવાડિયાના હોવાનું સામે આવ્યું છે. 18થી 25 ડિસેમ્બર, 2024ના અઠવાડિયામાંથી 7થી 8 પ્રશ્ન પૂછાયા હતા. એમાં પણ 4 પ્રશ્નો 1 જ તારીખના હતા.
વર્તમાન પ્રવાહનાં પ્રશ્નો ગુગલ કરતા ખ્યાલ આવ્યો કે, મોટાભાગનાં ન્યૂઝ/ઇવેન્ટ એક જ તારીખની આસપાસનાં છે. ઉમેદવારોએ આ તારીખ India bix સાથે સર્ચ કરી તો ફોટામાં આપેલા પરિણામ મળ્યા હતા. પેપર સેટરે પ્રશ્નમાં નજીવો બદલાવ કરી બેઠે બેઠાં પ્રશ્નો પૂછ્યાં હતા. આવું ભૂતકાળમાં પણ અનેક પ્રિલિમ પરીક્ષામાં થયું છે.
આ બાબતે GPSCએ ગંભીર નોંધ લઈને ઉમેદવારોના હિતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની અધિકૃત વેબસાઈટ અને જરૂરી સોર્સ આધારિત પ્રશ્નો પૂછવા જોઇએ તેવી ટકોર કરી છે. કારણ કે, આ પ્રકારની SOP/સોર્સ ખ્યાલ આવી જતા એક ચોક્કસ વર્ગ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
GPSC વર્ગ 1-2 જેવી પરીક્ષા હોય અને રાજ્યની બંધારણીય સંસ્થા પરીક્ષા આયોજીત કરતું હોય તેવાં સંજોગોમાં પેપર સેટર સરળતા અને આળસના લીધે ઘણા બધા ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં કરતા હોય તેવો ભાષ થાય છે. આ ઉપરોક્ત તમામ સંકલન ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યું છે.